ગુજરાત

New Income Tax Bill: બદલાઇ જશે ઇન્કમ ટેક્સનો કાયદો, બજેટ સત્ર 2025 માં સરકાર લાવી શકે છે નવું આવકવેરા વિધેયક

New Income Tax Bill: પીટીઆઈ પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે

New Income Tax Bill: સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે, જેનો ઉદ્દેશ્ય હાલના આવકવેરા કાયદાને સરળ બનાવવા, તેને સમજી શકાય તેવો બનાવવા અને પાનાઓની સંખ્યામાં લગભગ 60 ટકા ઘટાડો કરવાનો છે. વાસ્તવમાં, વર્તમાન આવકવેરા કાયદો થોડો જટિલ છે અને તેના પાના એટલા બધા છે કે તેને વાંચતી અને સમજતી વખતે સામાન્ય માણસનું માથું ફરકી શકે છે. આ કારણોસર સરકાર આવકવેરા કાયદાને સરળ બનાવવા માટે આ નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે છ મહિનાની અંદર છ દાયકા જૂના આવકવેરા કાયદા 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી.

શું છે પુરેપુરી જાણકારી 
પીટીઆઈ પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ એક નવો કાયદો હશે, હાલના કાયદામાં સુધારો નહીં. હાલમાં કાયદા મંત્રાલય દ્વારા કાયદાના મુસદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે અને બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ ભાગ (૩૧ જાન્યુઆરી-૧૩ ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધનથી શરૂ થશે, ત્યારબાદ ૨૦૨૪-૨૫ માટે આર્થિક સર્વેક્ષણની રજૂઆત થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ પછી સંસદ 10 માર્ચે ફરી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.

નવા ટેક્સ કાયદાથી શું થશે ફાયદો 
નાણામંત્રી સીતારમણ દ્વારા બજેટમાં આવકવેરા કાયદા, ૧૯૬૧ની વ્યાપક સમીક્ષાની જાહેરાત બાદ CBDT એ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને ટૂંકા, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. આનાથી વિવાદો, મુકદ્દમા ઘટશે અને કરદાતાઓને વધુ કર નિશ્ચિતતા મળશે. આ ઉપરાંત કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 ખાસ પેટા સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!