76 મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025 પર્વ ની ઉજવણી ભિલોડા તાલુકા ની વેજપુર પ્રાથમિક શાળા માં કરવામાં આવી હતી.જેમાં ભિલોડા તાલુકા આરોગ્ય કચેરી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોરડા ના આયુષ આરોગ્ય મંદિર ભાણમેર ના આશાબેન વીણાબેન ડામોર ને જિલ્લામાં સૌથી વધુ અત્યંત જોખમી સગર્ભામાતા ઓની ડીલેવરી હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ.સ્થળે કરાવવા બદલ માનનીય કલેકટર તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી ના હસ્તાક્ષર વાળું સન્માન પત્ર માનનીય મામલતદાર ભીલોડા તથા તાલુકા પ્રમુખ ભિલોડા ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં સ્થાનિક પદાધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા આરોગ્ય અધિકારી તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની માહિતી SBCC ટીમ ભિલોડા એ આપી હતી.