ગુજરાત

ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ

Kho-Kho World Cup:  ભારતીય મહિલા ટીમે ખો-ખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી હરાવીને ખિતાબ જીતી લીધો છે.  ખો-ખો વર્લ્ડ કપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી નેપાળને જોરદાર રીતે હરાવ્યું. ભારતીય મહિલા ખેલાડીઓએ પહેલા જ ટર્નથી મેચમાં વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું.

ભારતીય ટીમે નેપાળને કોઈ તક આપી ન હતી

ભારતીય મહિલા ટીમે પ્રથમ ટર્નમાં હુમલો કર્યો અને નેપાળના ડિફેન્ડર્સ તેમને કંઈ કરી શક્યા નહીં, ત્યારબાદ ભારતે 34-0ની શરૂઆતી લીડ મેળવી અને અહીંથી મેચ તેના નિયંત્રણમાં આવી ગઈ. પ્રિયંકા ઈંગલેની આગેવાની હેઠળની ભારતીય ટીમે નેપાળને કોઈ તક આપી ન હતી. બીજા ટર્નમાં જ્યારે નેપાળની ટીમનો આક્રમણ કરવાનો વારો આવ્યો ત્યારે તે લીડ મેળવી શકી નહોતી. માત્ર અંતર ઘટાડવામાં સફળ રહી. બીજા ટર્ન બાદ સ્કોર 35-24 હતો.

ભારતીય ટીમે નેપાળને 78-40ના મોટા સ્કોરથી હરાવ્યું

ભારતે ત્રીજા ટર્નમાં વધુ 38 પોઈન્ટ બનાવ્યા. નેપાળ પાસે તેમની 49 પોઈન્ટની વિશાળ લીડનો કોઈ જવાબ નહોતો. એવું લાગી રહ્યું હતું કે નેપાળની ટીમે ભારતીય ખેલાડીઓ સામે શરણાગતિ સ્વીકારી છે. આ પછી, જ્યારે નેપાળની ટીમે અંતિમ ટર્નમાં એટેક કર્યો, ત્યારે તે ફક્ત 16 પોઈન્ટ જ બનાવી શકી અને અંતે ભારતીય ટીમે નેપાળને 78-40ના મોટા સ્કોરથી હરાવ્યું.

પહેલા ટર્નમાં 34 પોઈન્ટ મેળવ્યા

ભારતીય મહિલા ટીમે શાનદાર રમત રમી અને પહેલા ટર્નમાં 34 પોઈન્ટ મેળવ્યા જ્યારે નેપાળની ટીમ સ્કોર કરવામાં નિષ્ફળ રહી. બીજા ટર્નમાં ભારતનો સ્કોર 35 પોઈન્ટ હતો જ્યારે નેપાળની ટીમનો સ્કોર 24 હતો. બીજા ટર્નમાં ભારતે એક પોઈન્ટ અને નેપાળે 24 પોઈન્ટ મેળવ્યા હતા.

ભારતીય મહિલા ટીમે આ મેચ 38 પોઈન્ટથી જીતી હતી. આ પહેલા શનિવારે સાંજે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને એકતરફી મેચમાં 66-16થી હરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!